પાકિસ્તાનમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભડકો

પાકિસ્તાનમાં પહેલીવાર ડીઝલ-પેટ્રોલ સૌથી મોંઘું થયું છે. એક લિટર પેટ્રોલ 458 અને ડીઝલ 520 રૂપિયા (પાકિસ્તાની રૂપિયા)ને પાર પહોંચી ગયું છે. સરકારે પેટ્રોલની કિંમતોમાં 43% અને હાઈ-સ્પીડ ડીઝલ (HSD)ના ભાવમાં 55%નો વધારો કર્યો છે.

આ નિર્ણય અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે ગ્લોબલ માર્કેટમાં ક્રૂડ ઓઈલની કિંમતોમાં આવેલા ઉછાળા બાદ લેવામાં આવ્યો છે. નવા દરો ગુરુવાર મધ્યરાત્રિથી લાગુ થઈ ગયા છે.

વધારા બાદ પાકિસ્તાનમાં હવે પેટ્રોલ 458.41 અને ડીઝલ 520.35 રૂપિયા પ્રતિ લિટર પર પહોંચી ગયું છે. કેરોસીનના ભાવ પણ 34.08 રૂપિયા વધારીને 457.80 રૂપિયા પ્રતિ લિટર કરી દેવામાં આવ્યા છે.

ગયા મહિને પેટ્રોલ-ડીઝલ 55 રૂપિયા મોંઘું થયું હતું. પાકિસ્તાનના 1 રૂપિયાની કિંમત ભારતના 33 પૈસા બરાબર હોય છે. એટલે કે ભારતના 100 રૂપિયાની કિંમત પાકિસ્તાનમાં લગભગ 300 રૂપિયા બરાબર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *