ગોંડલમાં મહિલા વ્યાજખોરોના ત્રાસથી પરિવારે હિજરત કરવાની નોબત આવી પડી હતી. તોતિંગ ૧૦ ટકા વ્યાજ તો વસૂલ્યું જ અને ઉપરથી વાહન પડાવી લેતાં પાલિકાના પૂર્વ સદસ્યા, તેમના -પુત્ર-પુત્રવધુ,જેતપુરની મહિલા સામે મનીલેન્ડ એકટ હેઠળ ગુનો નોંધાયો હતો.
બનાવ અંગે હાલ જૂનાગઢમાં શીશુ મંગલ ફાટક પાસે રહેતાં મૂળ ગોંડલના વતની લીનાબા હાડાએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે નગરપાલિકા નાં પુર્વ સદસ્યા ઉપરાંત બાલાશ્રમ કમીટીનાં પૂર્વ ચેરમેન અનિતાબેન પ્રફુલભાઈ રાજયગુરૂ, ક્રિષ્નાબેન રાજયગુરૂ, ચિરાગ રાજ્યગુરુ અને જેતપુરના ગાયત્રીબેન ભરવાડનું નામ આપી જણાવ્યું હતું કે, તેઓ દિયર મયુરસીંહ તથા દેરાણી તેજલબા, સાસુ હંસાબા સંયુક્ત પરીવારમાં રહે છે.
તેમના પતિને ટ્રાન્સપોર્ટનો વ્યસાય હતો ત્યારે નાણાની જરૂરીયાત ઉભી થતા તેણીએ ગોંડલ યોગીનગરમા રહેતા પાડોશી અનિતાબેન પ્રફુલ્લ રાજયગુરૂ પાસેથી ફેબ્રુઆરી ૨૦૨૪ મા દેરાણી તેજલબાનુ રાજકોટ ખાનગી હોસ્પીટલમા ઓપરેશન કરાવ્યું ત્યારે રૂ.૨ લાખ ૧૦ ટકાના વ્યાજે લીધા હતા.
તેમનુ દર મહિને વ્યાજ તેમના ઘરે રૂ. ૨૦ હજાર આપતી હતી. તેમજ ક્રિષ્નાબેન રાજયગુરૂ જે અનિતાબેનના દિકરાના વહુ થાય છે. તેમની પાસેથી રૂ.૫ લાખ ૧૦ ટકા લેખે લીધા હતાં તેમને દર મહિને રૂ.૫૦ હજાર વ્યાજ પેટે રોકડા આપતા તેમજ ગાયત્રીબેન ભરવાડ પાસેથી તેજલબાના ઓપરેશન ખર્ચ પેટે રૂ. ૧૨ લાખ જે માસિક રૂપીયા ૧૦ ટકાના વ્યાજે લીધા હતા અને તે બદલ દર મહિને રૂ. ૧ લાખ વ્યાજ તેમને આપતા હતા.
આ વ્યાજના ચૂકવણાંમાં ફસાતાં તેમણે ખરીદેલા આઇસરના હપ્તા પણ ન ભરાતાં તે ફાયનાન્સમાં પુન: જમા કરાવી દીધું હતું, પછી પણ વ્યાજ ન ભરી શકતાં ક્રિષ્ના અને ચિરાગ વ્યાજના રૂપીયાની ઉઘરાણી કરવા ગાળો આપતા, મારી નાખવાની ધમકી આપતા હતા અને એકટીવા પણ લઇ ગયા હતા.