દિલ્હીએ લખનઉને સતત પાંચમી IPL મેચમાં હરાવ્યું

IPLની પાંચમી મેચમાં દિલ્હી કેપિટલ્સે લખનઉ સુપર જાયન્ટ્સને 6 વિકેટથી હરાવ્યું છે. LSG સામે DCની આ સતત પાંચમી જીત હતી. એકાના સ્ટેડિયમમાં બુધવારે દિલ્હીએ બોલિંગ પસંદ કરી હતી. લખનઉની ટીમ 18.4 ઓવરમાં 141 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. દિલ્હીએ 17.1 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો.

લખનઉએ 105 રનના સ્કોર પર 6 વિકેટ ગુમાવી દીધી હતી. આ સમયે શાહબાઝ અહમદ ઇમ્પેક્ટ પ્લેયર તરીકે આવ્યો અને ટીમનો સ્કોર 141 સુધી પહોંચાડ્યો. દિલ્હીએ પણ પાવરપ્લેમાં જ 4 વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ ઇમ્પેક્ટ પ્લેયર સમીર રિઝવીએ ટ્રિસ્ટન સ્ટબ્સ સાથે 76 બોલમાં 119* રનની પાર્ટનરશીપ કરીને ટીમને જીત અપાવી હતી.

દિલ્હી તરફથી સમીર રિઝવીએ 70* અને ટ્રિસ્ટન સ્ટબ્સે 39* રન બનાવ્યા હતા. બોલિંગમાં થંગારસુ નટરાજન અને લુંગી એન્ગિડીએ 3-3 વિકેટ ઝડપી હતી, જ્યારે કુલદીપ યાદવને 2 વિકેટ મળી હતી. બીજી તરફ લખનઉ તરફથી પ્રિન્સ યાદવે 2 વિકેટ લીધી હતી, જ્યારે મોહસીન ખાન અને મોહમ્મદ શમીને 1-1 વિકેટ મળી હતી. બેટિંગમાં અબ્દુલ સમદે 36 અને મિચેલ માર્શે 35 રનનું યોગદાન આપ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *