રણબીર કપૂરે ‘રામ’ની ઝલક દેખાડી

રણબીર કપૂરે તેની આગામી મેગા બજેટ ફિલ્મ ‘રામાયણ’માં ભગવાન રામના તેના રોલની પહેલી ઝલક અમેરિકાના લોસ એન્જલસમાં બતાવી. સોમવારે ત્યાં યોજાયેલા એક ઇવેન્ટમાં રણબીર કપૂર અને ડિરેક્ટર નિતેશ તિવારીએ ફિલ્મ વિશે વાત કરી. ભારતમાં આ વીડિયો 2 એપ્રિલે હનુમાન જયંતિના અવસરે રિલીઝ કરવામાં આવશે.

‘ભગવાન રામ અબજો લોકોના આદર્શ છે’

ઇવેન્ટ દરમિયાન રણબીર કપૂરે ભગવાન રામના મહત્વ અને તેમના વારસા વિશે વાત કરી. રણબીરે કહ્યું, ‘ભગવાન રામ સદીઓથી દુનિયાભરના અબજો લોકો માટે આદર્શ રહ્યા છે. તેઓ આપણને શીખવે છે કે મુશ્કેલ સમયમાં પણ માણસે કેવી રીતે અડગ રહેવું જોઈએ.’

રણબીરે આગળ કહ્યું, ‘તેઓ કરુણા, સાહસ, ધર્મ અને ક્ષમાના પ્રતીક છે. તેમને ‘મર્યાદા પુરુષોત્તમ’ કહેવામાં આવે છે, જેનો અર્થ એક આદર્શ વ્યક્તિ છે.’

ટીઝર લોન્ચ પછી રણબીર કપૂર, ડિરેક્ટર નિતેશ તિવારી અને પ્રોડ્યુસર નમિત મલ્હોત્રાએ દર્શકો સાથે પ્રશ્ન-જવાબ સેશન (Q&A) કર્યું. આ દરમિયાન જ્યારે એક ફેને રણબીરનું અભિવાદન કર્યું, ત્યારે એક્ટરે ‘જય સિયારામ’ કહીને જવાબ આપ્યો.

રણબીરે કહ્યું, ‘આ મારા માટે ખૂબ જ ખાસ ક્ષણ છે. તમે લોકો દુનિયાના પહેલા લોકો છો, જેમણે અમારા આ પ્રોજેક્ટની પહેલી ઝલક જોઈ છે. આ માટે હું આપ સૌનો આભારી છું.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *