રોમાંચક મેચમાં પંજાબે ગુજરાતને 3 વિકેટથી હરાવ્યું

IPLની ચોથી મેચમાં પંજાબ કિંગ્સે ગુજરાત ટાઇટન્સને 3 વિકેટથી હરાવ્યું છે. મુલ્લાનપુરમાં મંગળવારે PBKSએ ટૉસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. GTએ 6 વિકેટ ગુમાવીને 162 રન બનાવ્યા હતા. પંજાબે 19.1 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો.

ડેબ્યુૂમેચ રમવા ઉતરેલા ઓસ્ટ્રેલિયાના કૂપર કોનોલીએ પંજાબ તરફથી ફિફ્ટી ફટકારી (44 બોલમાં 72*) હતી. તેની ઇનિંગે જ ટીમને જીત અપાવી હતી. વિજયકુમાર વૈશાખે 3 અને યુઝવેન્દ્ર ચહલે 2 વિકેટ લીધી હતી. ગુજરાત તરફથી શુભમન ગિલે 39 અને જોસ બટલરે 38 રન બનાવ્યા હતા. પ્રસિદ્ધ ક્રિષ્નાએ 3 વિકેટ મળી હતી.

પંજાબે 109 રન સુધી માત્ર 2 જ વિકેટ ગુમાવી હતી. અહીં પ્રસિદ્ધ બોલિંગ કરવા આવ્યો અને તેણે 2 ઓવરમાં 3 વિકેટ ઝડપી લીધી. પંજાબે 118 રન સુધીમાં 6 વિકેટ ગુમાવી દીધી હતી. 144 રન પર સાતમી વિકેટ પણ પડી ગઈ હતી. અહીંથી કોનોલી અંત સુધી ટકી રહ્યો અને ટીમને જીત અપાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *