રાજકોટમાં સોની વેપારી સાથે વ્યવહાર કરનારની પૂછપરછ શરૂ કરાઈ

રાજકોટમાં 15 દિવસ પહેલા હિતેશ લોઢિયાની કંપની આસ્થા ટ્રેડિંગ નામની કંપનીમાં જીએસટીની તપાસ હાથ ધરવામાં આવી હતી. આ પ્રકરણમાં હિતેશ લોઢિયાની ધરપકડ પણ કરવામાં આવી હતી. સ્થળ પરની તપાસ બાદ હજુ દસ્તાવેજોની ચકાસણી ચાલી રહી છે. જેના અનુસંધાને રાજકોટની વધુ એક સોની વેપારીને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી છે. સોની બજારમાં પહેલીવાર બોગસ બિલિંગ કૌભાંડ અનુસંધાને તપાસ કરવામાં આવતા હજુ તેની અસર વર્તાઈ રહી છે. હાલમાં વેપારીઓ જરૂર કરતા માલ ઓછો મગાવી રહ્યા છે અને મોકલાવી રહ્યા છે. જેને કારણે ઓર્ડર સમયસર પૂરા કરવા અનેક મુશ્કેલીનો સામનો કરવો પડશે તેમ વેપારીઓ જણાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *