રિવોલ્વરમાંથી ગોળી છૂટતા PSI પંડ્યા અને એક મહિલા ઇજાગ્રસ્ત, ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડ્યા

રાજકોટ શહેરના યુનિવર્સીટી રોડ પર ફાયરિંગની ઘટના સામે આવી છે. યુનિવર્સીટી રોડ પર આવેલા સમન્વય શુલ્ક એપાર્ટમેન્ટમાં રહેતા PSIની રિવોલ્વરમાંથી ફાયરિંગ થયું હતું, જેમાં ફાયરિંગના કારણે ઈજાગ્રસ્ત PSI અને તેની સાથે એક મહિલાને ગોળી વાગી હતી. બન્નેને સારવાર અર્થે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બનાવની જાણ થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને તપાસ શરૂ કરી હતી.

આ બનાવ રાત્રીના 1 વાગ્યા આસપાસ બન્યો હતો. રિવોલ્વરમાંથી ગોળી છૂટતા સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરજ બજાવતા પીએસઆઇ એન.કે. પંડ્યાના હાથમાં અને સાથે રહેલ મહિલા પૂજાબેનને કમરના ભાગમાં ગોળી વાગી હતી. બનાવ જાણ થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *