ઇન્ડિગો આગામી 23 એપ્રિલથી નવી ફ્લાઇટ શરૂ કરશે

અમદાવાદમાં વર્ષ 2030માં યોજાનાર કોમનવેલ્થ ગેમ્સ પહેલા ઈન્ડિગોએ ગુજરાતમાં તેમના નેટવર્કને વધુ મજબૂત બનાવવાના રાજ્યના અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર અને જામનગર જેવા 6 શહેરોથી નવી મુંબઈ માટે ફ્લાઈટ ઓપરેટ કરશે. જેના કારણે દેશભરના 30થી વધુ ડેસ્ટિનેશનની મુસાફરોને કનેક્ટિવિટીનો લાભ મળશે.

જેમાં મુસાફરોને આગ્રા,અયોધ્યા, બાગડોગરા, ચંડીગઢ, કોલકાતા, પટણા, શ્રીનગર,વારાણસી, વિશાખાપટ્ટનમ જેવા મોટા શહેરોનો સમાવેશ થાય છે. એટલું જ નહીં ટૂરિસ્ટોને ધ્યાનમાં રાખી ઈન્ડિગોએ દુબઇ, અબુધાબી બાદ અમદાવાદથી ફૂકેટની ડાયરેક્ટ ફ્લાઈટ શરૂ કરવાની પણ જાહેરાત કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *