વેસ્ટ બેંકમાં CNN પત્રકારો સાથે દુર્વ્યવહાર અને અટકાયતના કેસમાં ઇઝરાયલી સેનાએ આખી બટાલિયનને સસ્પેન્ડ કરી અને રિઝર્વ બટાલિયનની ઓપરેશનલ ગતિવિધિઓ પણ રોકી દીધી.
આ બટાલિયન નેત્ઝાહ યુનિટનો ભાગ છે. સેનાના જણાવ્યા અનુસાર, બટાલિયનને તાત્કાલિક વેસ્ટ બેંકમાંથી હટાવીને તાલીમ માટે મોકલવામાં આવી છે અને તપાસ પૂરી ન થાય ત્યાં સુધી તે કોઈપણ ઓપરેશનમાં સામેલ થશે નહીં.
આ ઘટના ગયા અઠવાડિયે પેલેસ્ટાઈનના તાયાસિર ગામમાં બની હતી, જ્યાં CNN ટીમ રિપોર્ટિંગ કરી રહી હતી. આરોપ છે કે સૈનિકોએ ટીમને અટકાયતમાં લીધી અને એક ફોટો જર્નાલિસ્ટને માર માર્યો, જેના કારણે તેનો કેમેરો તૂટી ગયો.
ઇઝરાયલી સેનાએ કહ્યું કે બટાલિયનને પ્રોફેશનલ અને એથિકલ તાલીમ આપવામાં આવશે અને આ મામલામાં સામેલ સૈનિકો સામે અલગથી કાર્યવાહી કરવામાં આવશે.