કુવાડવામાં પાણી વિતરણની ફરજ બજાવતા વૃદ્ધ પર હુમલો

રાજકોટ તાલુકાના કુવાડવા ગામમાં પાણી વિતરણ દરમિયાન ગ્રામ પંચાયતના વરિષ્ઠ કર્મચારી પર હુમલાની ઘટના સામે આવી છે. ફરજ બજાવતા કર્મચારીને ગાળો બોલી મારમાર્યો હતો તેમજ છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતા મામલો પોલીસ સુધી પહોંચ્યો છે.

સામતભાઈ રામભાઈ કટિશણિયા(ઉ.વ. 70)એ કુવાડવા રોડ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે હરીઓમ ચોક પાસે રહેતા દશરથ નાથા લઢેરનું નામ આપ્યું હતું. સામતભાઈએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે છેલ્લા 35 વર્ષથી કુવાડવા ગ્રામપંચાયતમાં પાણી વિતરણની ફરજ બજાવે છે. ગત તા. 23 માર્ચે તેઓ ગામમાં નિયમ મુજબ દરેક વિસ્તારમાં પાણી વિતરણ કરી રહ્યા હતા. બપોરના સમયે હરીઓમ ચોક વિસ્તારમાં 35 મિનિટનો સમય પૂર્ણ થતાં તેઓ વાલ બંધ કરી રહ્યા હતા.

આ દરમિયાન સ્થાનિક દશરથ નાથાભાઈ લઢેર ત્યાં આવી ચડ્યો હતો અને વાલ કેમ બંધ કર્યો તે મુદ્દે ઉશ્કેરાઈ ગયો હતો. સામતભાઈએ સમય પૂર્ણ થયાની સમજાવટ આપતા આરોપીએ ગાળો બોલી ઝઘડો શરૂ કર્યો અને તેમને મારમાર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *