આગ ઠારવા પાણી છાંટતા’તા ને બ્લાસ્ટ

રાજકોટની સાધના સોસાયટીમાં ગતરોજ અચાનક બે ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થવાની ભયાનક ઘટના સામે આવી છે. અશોક રૈયાણીના રહેણાંક મકાનની પાર્કિંગમાં રાખેલા સિલિન્ડરમાં બ્લાસ્ટ થતાં આખી સોસાયટીમાં અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટનામાં બે વ્યક્તિઓ દાઝી ગયા હતા, જેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ફાયર વિભાગ અને પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતાં પાર્કિંગ વિસ્તારમાંથી 40 ગેસ સિલિન્ડર, ડીઝલ ભરેલા કેરબા અને ગેસ રિફિલિંગની મોટર પણ કબજે કરી છે.

ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ગેસ રિફિલિંગ અને કાળાબજારીના આરોપમાં ફરિયાદ નોંધવામાં આવવાની તૈયારી ચાલી રહી છે. ફાયર વિભાગે બિલ્ડિંગને BU પરમિશન સહિતના જરૂરી દસ્તાવેજો આપવા માટે નોટિસ પણ ફટકારી છે. આ ઘટનાનો લાઇવ વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં આગ અને ધુમાડાનું ભયાનક દૃશ્ય સ્પષ્ટ જોવા મળી રહ્યું છે.

લાઈવ વીડિયોમાં એક વ્યક્તિ પાણીની પાઈપ લઈને ગેઈટ પાસેથી આગ ઠારવાનો પ્રયાસ કરી રહ્યો હોય છે. તેની આસપાસ બીજા લોકો પણ તેમની મદદ કરવા માટે ઊભા હોય છે એટલામાં જ એકાએક ઘરમાંથી બે ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં આસપાસમાં અફરાતફરીનો માહોલ મચી જાય છે. વીડિયોમાં કોઈ બાળક તેના પપ્પા માટે બૂમો પાડતુ પણ સંભળાય છે કહે છે કે, ‘મમ્મી પપ્પા જો, એ મારા પપ્પા.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *