આવતીકાલથી દુનિયાની સૌથી મોટી લીગ એટલે કે IPL શરૂ થવા જઈ રહી છે. ત્યારે બધી જ ટીમના સ્ટાર પ્લેયર્સ પણ પ્રેક્ટિસ કરવા લાગ્યા છે. જેમાં મુંબઈ ઈન્ડિયન્સ (MI) ટીમનાં માલિક નીતા અંબાણીએ ફ્રેન્ચાઈઝીના સ્ટાર બેટર રોહિત શર્મા સાથે દિલ જીતી લે તેવી વાતચીત કરી. જેમાં તેમણે છેલ્લા કેટલાક મહિનાઓમાં રોહિતની ફિટનેસમાં આવેલા ફેરફારના જોરદાર વખાણ કર્યા.
નીતા અંબાણી રવિવારે યોજાનારી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની તેમની પ્રથમ મેચ પહેલા ટીમને મળવા આવ્યાં હતાં. આ મેચ ત્રણ વખતની ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સામે રમાવાની છે. MIના ઓફિશિયલ X હેન્ડલ પર પોસ્ટ કરવામાં આવેલા એક વીડિયોમાં નીતા અંબાણીને એમ કહેતા સાંભળી શકાય છે કે, “Oh my God, રોહિત, હું તો તમને ઓળખી જ ન શકી! તું તો બિલકુલ એક યુવાન છોકરા જેવો દેખાઈ રહ્યો છે.”
નીતા અંબાણીનું આ રિએક્શન એટલા માટે સામે આવ્યું છે કારણ કે છેલ્લા કેટલાક સમયમાં રોહિત શર્માએ પોતાની ફિટનેસ પર સખત મહેનત કરી છે. તેણે પોતાનું વજન ઘણું ઓછું કર્યું છે, જેના કારણે હવે તે ખૂબ જ ફિટ અને યુવાન દેખાઈ રહ્યો છે. આ જ કારણ છે કે નીતા અંબાણી પણ પ્રથમ નજરે તેને ઓળખી શક્યા નહીં અને તેના વખાણ કર્યા છે.