રાજકોટ રેન્જ IGએ સૌરાષ્ટ્રના 5 જિલ્લાના ફરાર 29 આરોપીઓની બાતમી આપનાર માટે ઈનામ જાહેર કર્યુ

રાજકોટના રેન્જ આઈ.જી. તરીકે બાહોશ ગણાતા નિર્લિપ્ત રાયે ચાર્જ સંભાળતાની સાથે જ ગુનેગારો સામે સકંજો કસ્યો હોય તેમ સૌરાષ્ટ્રના 5 જિલ્લાના ફરાર 29 આરોપીઓની બાતમી આપનાર માટે ઈનામ જાહેર કર્યુ છે. જેમાં દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, રાજકોટ ગ્રામ્ય અને સુરેન્દ્રનગર જિલ્લાઓમાં ગંભીર પ્રકારના ગુન્હાઓમાં નાસતા-ફરતા આરોપીઓની સચોટ બાતમી આપે તેને 5000થી 20000 સુધીનું ઇનામ આપવાની જાહેરાત કરવામાં આવી છે.

રાજકોટ રેન્જ હસ્તકના પાંચ જિલ્લાઓમાં ગંભીર ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને ઝડપવા માટે પોલીસ દ્વારા કોર્ટમાંથી ધરપકડ વોરંટ મેળવવામાં આવ્યું અને તેની બજવણીના પ્રયત્નો કરવામાં આવ્યા. આમ છતાં પણ આરોપીઓ આજદિન સુધી મળી આવ્યા નથી. જેથી આરોપીઓને શોધી કાઢવા માટે પોલીસને સચોટ માહિતી આપનારને આરોપી વાઇઝ રોકડ ઈનામ જાહેર કરાયુ છે. પોલીસે જણાવ્યું છે કે ખબર આપનારનું નામ ગુપ્ત રાખવામાં આવશે જેથી આરોપીઓ અંગે જો કોઇ સચોટ માહિતી કોઈને મળે તો રાજકોટ રેન્જ કચેરીના જે- તે જિલ્લાને જાણ કરવામાં આવે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *