ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર રહેશે

ટ્રમ્પ પ્રશાસને ઈરાની તેલની ખરીદી પરના પ્રતિબંધોમાં 30 દિવસની છૂટ આપી છે. આ છૂટ ફક્ત સમુદ્રમાં હાજર ઈરાની તેલના ટેન્કરોની ખરીદી માટે છે. અમેરિકી ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટે તેની જાહેરાત કરી. ટ્રેઝરી વિભાગની વેબસાઇટ મુજબ આ છૂટ 20 માર્ચથી 19 એપ્રિલ માટે છે.

ગ્લોબલ માર્કેટમાં તેલનો પુરવઠો વધારવા અને કિંમતોને નિયંત્રણમાં રાખવા માટે આવું કરવામાં આવ્યું છે. અમેરિકા-ઇઝરાયલની ઇરાન સાથે ચાલી રહેલી જંગને કારણે ક્રૂડની કિંમતો 110 ડોલરને પાર કરી ગઈ છે. 28 ફેબ્રુઆરીએ યુદ્ધ શરૂ થતા પહેલા તે 70 ડોલરની આસપાસ હતી.

લગભગ 14 કરોડ બેરલ તેલ ઝડપથી લાવશે

સ્કોટ બેસેન્ટે કહ્યું કે દુનિયા માટે આ વર્તમાન પુરવઠાને અસ્થાયી રૂપે ખોલીને ગ્લોબલ માર્કેટમાં લગભગ 14 કરોડ બેરલ તેલ ઝડપથી આવશે. આનાથી દુનિયાભરમાં ઊર્જાની ઉપલબ્ધતા વધશે અને પુરવઠા પર જે અસ્થાયી દબાણ બન્યું છે, તેને ઓછું કરવામાં મદદ મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *