ફિલ્મ મેકર ઇમ્તિયાઝ અલીની આગામી ફિલ્મ ‘મૈં વાપસ આઉંગા’નું ટીઝર શુક્રવારે બપોરે 1:00 વાગ્યે રિલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મમાં દિલજિત દોસાંઝ, નસીરુદ્દીન શાહ, વેદાંગ રૈના અને શરવરી વાઘ મુખ્ય ભૂમિકાઓમાં છે. ટીઝર પરથી અંદાજ લગાવી શકાય છે કે આ ફિલ્મ ભારત-પાકિસ્તાન વિભાજનની થીમ પર આધારિત એક ઇમોશનલ લવ સ્ટોરી છે. આ ફિલ્મ આ જ વર્ષે જૂનમાં સિનેમાઘરોમાં રિલીઝ થશે.
ટીઝરમાં કલાકારોનો પરિચય કરાવવામાં આવ્યો છે. તેમાં દિલજિત દોસાંઝ એક યુટ્યુબરના રોલમાં જોવા મળી રહ્યા છે. વાર્તામાં દિલજીત ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાની મદદથી નસીરુદ્દીન શાહને તેમના દાયકાઓ જૂના પ્રેમ સાથે ફરીથી જોડવાનો પ્રયાસ કરતા જોવા મળી રહ્યા છે. જોકે, આ અટકળો પર સંપૂર્ણ મહોર ફિલ્મનું ટ્રેલર આવ્યા પછી જ લાગશે. ફિલ્મના ટાઇટલ ટ્રેક ‘મૈં વાપસ આઉંગા’નો ટીઝરમાં ઉપયોગ કરવામાં આવ્યો છે. તેને ખુદ દિલજિત દોસાંઝે ગાયું છે.