જમીન વિવાદમાં કાકા ઉપર સગા ભત્રીજાઓનો હુમલો

શહેરના આજીડેમ પોલીસ મથક વિસ્તારમાં આવેલા લોધીડા ગામે આધેડ ઉપર જમીન વિવાદમાં સગા ભત્રીજાઓએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. લોધીડા ગામે રહેતા અને ઈમિટેશન મજૂરી કરી ગુજરાન ચલાવતા છગનભાઈ મેરામભાઈ સોલંકીએ આજીડેમ પોલીસ મથકમાં ભત્રીજા વિજય અને રાહુલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ગુરુવારે સવારે 11 વાગ્યે તેઓએ બાઈક પર બેંકના કામે સરધાર જવા નીકળ્યા હતા.

બેંકની પાસબુક ઘરે ભૂલાઈ ગઈ હોવાથી તેઓ પરત ફરી રહ્યા હતા ત્યારે સરધારના પાણીના ટાંકા પાસે તેમના મોટા ભાઈનો દીકરો વિજય અને નાના ભાઈનો દીકરો રાહુલ બાઈક પર પૂરઝડપે ધસી આવ્યા હતા. બંનેએ છગનભાઈના બાઈક સાથે પોતાનું વાહન અથડાવી તેમને નીચે પાડી દીધા હતા. ગાળાગાળી કરી, “હવે આ રસ્તે દેખાતો નહીં, બાકી જાનથી મારી નાખીશું’’ તેવી ધમકી આપી ઢીકાપાટુનો માર માર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *