મહિલાઓના જીવન સાથે જોડાયેલા ભાવનાત્મક પાસાને રજૂ કરાશે; ‘KGF’ ફેમ એક્શન ડિરેક્ટરે એક્શન ડિઝાઈન કર્યા

કન્નડ ફિલ્મ ‘કેલેન્ડર’નું ટ્રેલર રિલીઝ થયું હતું. ફિલ્મની રિલીઝ પહેલા મુંબઈમાં ટીમે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં ફિલ્મના કોન્સેપ્ટ અને વાર્તા વિશે માહિતી આપવામાં આવી હતી. રનિંગ હોર્સ ક્રિએશન્સના બેનર હેઠળ બનેલી આ ફિલ્મના પ્રોડ્યુસર અને લીડ એક્ટર આદર્શ ગુંડુરાજ છે. ખાસ વાત એ છે કે, ‘કેલેન્ડર’ મૂળ રૂપે કન્નડ ફિલ્મ છે, જેને હવે હિન્દીમાં પણ રિલીઝ કરવામાં આવી રહી છે, જેથી તે દેશભરના દર્શકો સુધી પહોંચી શકે.

મહિલાઓના જીવન સાથે જોડાયેલા ભાવનાત્મક પાસા પર આધારિત ફિલ્મ

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટમાંથી ફિલ્મમેકર બનેલા આદર્શ ગુંડુરાજે જણાવ્યું કે, આ ફિલ્મની વાર્તા મહિલાઓના જીવન સાથે જોડાયેલા ભાવનાત્મક પાસાઓને સામે લાવવાનો પ્રયાસ કરે છે. તેણે જણાવ્યું કે, ફિલ્મ માત્ર મનોરંજન જ નહીં, પરંતુ સમાજમાં સંવેદનશીલ મુદ્દાઓ પર વાતચીત શરૂ કરવાનો પણ પ્રયાસ છે.

ફિલ્મની વાર્તા મહિલાઓના જીવનમાં આવતા ભાવનાત્મક ઉતાર-ચઢાવ, સંબંધો પર તેમની અસર અને રોજિંદા જીવનમાં આવતી પડકારોને દર્શાવે છે. મેકર્સનું કહેવું છે કે ‘કેલેન્ડર’ એક મજબૂત વાર્તા સાથે દર્શકોને વિચારવા મજબૂર કરશે.

ફિલ્મમાં આદર્શ ગુંડુરાજ ઉપરાંત રમેશ ઇન્દિરા, પ્રકાશ થુમિનાડુ, ગુરુનંદન, માલાશ્રી, સુચેન્દ્રપ્રસાદ, ચંદ્રપ્રભા, શિવ પ્રદીપ, સુષ્મિતા નાયક, નિવિષ્કા પાટીલ અને અમૃથા જેવા કલાકારો જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *