ગૃહમંત્રીને ગાળો આપનારે મિત્રના ઘરમાં ચોરી કરી

રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને સોશ્યલ મીડિયામાં વીડિયો બનાવી ગાળો આપનાર શખ્સે મિત્રના ઘરમાંથી જ ચોરી કરી હોવાનું સામે આવ્યુ છે. જ્યારે બીજા બનાવમાં શહેરમાં છરીથી હૂમલાના કેસમાં આરોપી 18 વર્ષે પકડાયો છે તો ખજૂરભાઈ સાથે બોલાચાલી કરનાર યુવાનના ખોખડદડ ખાતે રહેતા પરિવારને 12 શખ્સોની ટોળકીએ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું સામે આવ્યુ છે. જોકે એક માસ પૂર્વે બનેલી આ ઘટનાની હવે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

યુવાનના પિતા અને કાકાએ ભાગબટાઈ કરી હતી કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં રસુલપરામાં હુસેની ચોક પાસે રહેતા સલમાનભાઈ કરીમભાઈ નકુમ (ઉ.વ.34) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે રસુલપરામાં જ રહેતા પોતાના મિત્ર આશિફ ઉર્ફે બુઢો હનીફભાઈ કુંઢાનું નામ આપી જણાવ્યું હતું કે, આશરે 10 મહિના પહેલા તેના દાદાનું મકાન હિરાસર ગામ પાસે આવેલું હોય એરપોર્ટની જગ્યામાં આ મકાન કપાતમાં જતા સરકાર તરફથી રૂ. 9.11 લાખ વળતર ચૂકવવામાં આવ્યું હતું. જે રકમમાંથી યુવાનના પિતા અને કાકાએ ભાગબટાઈ કરી હતી. જે રકમ પૈકી રૂપિયા દોઢ લાખ યુવાનના પિતાએ રસુલપરામાં આવેલ ઘરે કબાટમાં તિજોરીમાં રાખ્યા હતા.

મારે રૂપિયાની જરૂર હોય માટે તારા ઘરેથી પૈસા લઈ ગયો છું આ દરમિયાન ગત તા. 19/5ના સાંજના 8 વાગ્યા આસપાસ યુવાનના મોટા બાપુ ગુલમહંમદભાઈ રૈયાના પુત્ર અનીષના લગ્નમાં ગયા હતા અને ઘરને તાળું મારી ચાવી મિત્ર આશિફને આપી હતી. જોકે ગત તા. 20/5 ના બપોરના 2:00 વાગ્યા આસપાસ યુવાનના માતા-પિતા ઘરે આવી કબાટમાં રહેલી તિજોરીમાં જોતા રૂ.1.50 લાખ જોવા મળ્યા ન હતા. જેથી તેણે પુત્રને ફોન કરી ચોરી થઈ હોવાનું કહ્યું હતુ. ત્યારબાદ સલમાને ઘરે આવી તેના મિત્ર ઉર્ફે બુઢાને ફોન કરતા તેનો ફોન બંધ આવતો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *