અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ઈરાન સામેના યુદ્ધે સમગ્ર વિશ્વ માટે ગંભીર પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે. ભારતમાં હોટલ અને રેસ્ટોરન્ટમાં ઉપયોગમાં લેવાતા કોમર્શિયલ ગેસના સિલિન્ડરનું વિતરણ સરકારી એજન્સીઓ દ્વારા બંધ કરી દેવામાં આવ્યું છે જેના ભાગરૂપે રાજકોટના પુરવઠા વિભાગ દ્વારા છેલ્લા બે દિવસથી સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.
શહેરના અલગ અલગ વિસ્તારોમાં 50થી વધુ સ્થળોએ તપાસ કરવામાં આવી જેમાં માત્ર એક જગ્યાએ ઘરેલુ ગેસ સિલિન્ડરનો કોમર્શિયલ તરીકે ઉપયોગ થતો હોવાનું સામે આવતા તે સિલિન્ડર જપ્ત કરવામાં આવ્યો, ત્યારે શહેરના રેસકોર્સ રિંગરોડ ઉપર આવેલી નામાંકિત કનકાઈ હોટલોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. જોકે તેમાંથી કંઈ મળ્યું ન હોવાનું સામે આવ્યું છે.
રાજકોટમાં LPG ગેસની સપ્લાય કરતી IOCLની 42 તો BPCLની 20 અને HPCLની 4 એજન્સી દ્વારા કોમર્શિયલ ગેસનું વિતરણ બંધ કરી દેવામાં આવ્યું છે. જેને લીધે હોટેલ અને રેસ્ટોરન્ટ ધારકો મૂશ્કેલીમાં મૂકાઈ ગયા છે. પોતાના વેપાર ધંધા બંધ ન થાય તે માટે ઉંચા ભાવ આપી કાળા બજારમાં ગેસ સિલિન્ડરની ખરીદી કરી રહ્યા છે. જોકે સરકારની પ્રાઇવેટિ રાંધણ ગેસના બાટલામાં કોઈ અછત ન સર્જાય તેના માટેની છે. જેથી રાજકોટ શહેર અને તાલુકાઓમાં મામલતદાર અને તેમની ટીમની સાથે પુરવઠા નિરીક્ષકો દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.