રાજકોટ મહાપાલિકા દ્વારા શહેરના ઈસ્ટ અને સેન્ટ્રલ ઝોનમાં સમાવિષ્ટ વિવિધ વિસ્તારોમાં આગામી 11 માર્ચ બુધવારના રોજ પાણી વિતરણ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. હાલ ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે મનપાનાં વોટર મેનેજમેન્ટ યુનિટ દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયને કારણે શહેરના 5 વોર્ડના લાખો નાગરિકોને પીવાના પાણી માટે ભારે હાલાકી ભોગવવી પડશે. ખાસ કરીને છેલ્લા માત્ર 40 દિવસમાં આ ચોથો પાણીકાપ હોવાથી લોકોમાં તંત્રની કાર્યપદ્ધતિ સામે રોષ જોવા મળી રહ્યો છે.
રાજકોટ મહાનગરપાલિકાના વોટર મેનેજમેન્ટ વિભાગે જણાવ્યા અનુસાર, ઈસ્ટ ઝોનમાં આવેલા વિનોદનગર પમ્પિંગ સ્ટેશન ખાતે હેડર લાઈન બદલવાની અત્યંત આવશ્યક કામગીરી હાથ ધરવામાં આવનાર છે. આ ઉપરાંત, GSR (ગ્રાઉન્ડ સ્ટોરેજ રિઝર્વોયર) ની સફાઈની કામગીરી પણ સાથે જ કરવામાં આવશે. બીજી તરફ, સેન્ટ્રલ ઝોનના ગુરુકુળ પમ્પિંગ સ્ટેશન પર પણ GSR સફાઈ અને ભાદર ઇનકમિંગ પાઇપલાઇનમાં નવા વાલ્વ મુકવાની કામગીરી કરવાની હોવાથી વિતરણ વ્યવસ્થા ખોરવાશે. આ જાળવણીના કામોને લીધે બુધવારે વોર્ડ નં. 7, 13, 14, 17 અને 18 ના અમુક હિસ્સાઓમાં નળમાં પાણી આવશે નહીં.
વોર્ડ નંબર મુજબ અસરગ્રસ્ત વિસ્તારોની વિગત વોર્ડ નં. 18 (વિનોદનગર હેડવર્કસ હેઠળના વિસ્તારો): રાધાક્રુષ્ણાનગર, રાધાનગર, રેઇનબો સોસાયટી, જવાહરનગર, શિવપાર્ક, શ્રદ્ધાપાર્ક, શિવશ્રધ્ધા સોસાયટી, શ્રધ્ધાદીપ સોસાયટી, ગ્રીનપાર્ક, શ્રધ્ધાપુરી સોસાયટી, રાધાક્રિષ્ણાનગર, સુખરામ સોસાયટી, વિનોદ્નગર, ભવનાથપાર્ક-1, ભવનાથપાર્ક-રંગીલાપાર્ક, પુરૂષાર્થ સોસાયટી, લાલપાર્ક, પારસ સોસાયટી, રજત સોસાયટી, શ્યામપાર્ક, શ્રધ્ધાનગર, ન્યું ગોપવંદના, ન્યું સર્વોદય સોસાયટી, સરદાર વલ્લભભાઇ સોસાયટી, ગુરુક્રુપા સોસાયટી, ઓમ તિરૂપતિ બાલાજી પાર્ક, બાલાજીપાર્ક (સુચિત), ધરમનગર (સુચિત) અને લક્ષ્મણપાર્ક.