કરણવીર બોહરાના પિતા મહેન્દ્ર બોહરાની પ્રેયર મીટ

મુંબઈના ખાર વિસ્તારમાં રવિવારે ટીવી એક્ટર કરણવીર બોહરાના પિતા અને ફિલ્મ પ્રોડ્યુસર મહેન્દ્ર બોહરાની પ્રેયર મીટ રાખવામાં આવી હતી. મહેન્દ્ર બોહરાના નિધન બાદ પરિવાર અને નજીકના લોકો તેમને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા.

પ્રેયર મીટમાં ફિલ્મ અને ટીવી જગતની અનેક હસ્તીઓ જોવા મળી હતી. પીઢ એક્ટ્રેસ હેલન અને એક્ટર મુકેશ ખન્ના સહિત અનેક સેલેબ્સ પહોંચ્યા અને દિવંગત મહેન્દ્ર બોહરાને શ્રદ્ધાંજલિ આપી.

નોંધનીય છે કે, મહેન્દ્ર બોહરા લાંબા સમયથી હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા હતા. તેમણે પ્રોડ્યુસર તરીકે ‘તેજા’ અને ‘પ્યાર કા કર્ઝ’ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *