UPSCમાં ગુજરાતના રેકોર્ડબ્રેક 34 ઉમેદવારો પાસ

UPSC (યુનિયન પબ્લિક સર્વિસ કમિશન)2025નું ફાઈનલ રિઝલ્ટ જાહેર થઈ ચૂક્યું છે. કૂલ 958 ઉમેદવારો વિવિધ સેવાઓ માટે ક્વોલિફાય થયા છે. જેમાં SPIPAના 34 ઉમેદવારો બાજી મારવામાં સફળ રહ્યા છે. નિસાર દિશાંતે ઓલ ઈન્ડિયા 19મો રેન્ક પ્રાપ્ત કર્યો છે. અમદાવાદ સ્થિત SPIPAના ક્વોલિફાઈ થયેલા ઉમેદવારો સાથે જણાવ્યું હતું

UPSCએ સિવિલ સર્વિસ પરીક્ષા 2025નું અંતિમ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. 958 ઉમેદવારોને વિવિધ સેવાઓ માટે ક્વોલિફાય થયા છે. ગયા વર્ષ કરતા આ વર્ષે વધારે ગુજરાતી ઉમેદવારોએ UPSC ક્વોલિફાય કરી છે. આ વર્ષે અમદાવાદમાં તાલીમ લીધેલા SPIPAના 82 ઉમેદવારોએ UPSCની પરીક્ષા આપી હતી. જેમાંથી SPIPAના કુલ 34 ઉમેદવારોએ UPSC ક્વોલિફાય કરી છે. જો કે ગયા વર્ષે SPIPAના 27 ઉમેદવારોએ UPSC ક્વોલિફાય કરી હતી. જેથી ગત વર્ષે કરતા આ વર્ષે ક્વોલિફાય થનાર ઉમેદવારોની સંખ્યામાં વધારો થયો છે. જેમાં મહત્વની બાબત એ છે કે નિસાર દિશાંત અમૃતલાલે 19માં રેન્ક સાથે UPSC ક્વોલિફાય કરી છે.

UPSC દ્વારા 23 મેં, 2025ના રોજ યોજાયેલી સિવિલ સર્વિસ પ્રિલિમ પરીક્ષાનું પરિણામ 11 જૂન,2025ના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર ભારતમાંથી કુલ 14,161 ઉમેદવારો મુખ્ય પરીક્ષા માટે ક્વોલિફાય થયા હતા. તેમાં SPIPA ખાતે તાલીમ લીધેલા 272 ઉમેદવારોનો સમાવેશ થાય છે.ત્યારબાદ મુખ્ય પરીક્ષાનું પરિણામ તા. 11 નવેમ્બર,2025ના રોજ જાહેર થયું હતું. જેમાં સમગ્ર ભારતમાંથી 2376 ઉમેદવારો પર્સનાલિટી ટેસ્ટ માટે પસંદ થયા હતા. તેમાં સ્પીપાના 82 ઉમેદવારોનો સમાવેશ થયો હતો.ડિસેમ્બર 2025થી ફેબ્રુઆરી 2026 દરમિયાન યોજાયેલા પર્સનાલિટી ટેસ્ટના આધારે યુપીએસસી દ્વારા જાહેર કરાયેલા અંતિમ પરિણામમાં સમગ્ર ભારતમાંથી 958 ઉમેદવારો અખિલ ભારતીય સેવા માટે પસંદ થયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *