સાઉથ આફ્રિકાએ T20 વર્લ્ડ કપના પોતાના અંતિમ સુપર 8 મેચમાં ઝિમ્બાબ્વેને 5 વિકેટથી હરાવ્યું. ટીમ ગ્રુપ-1 પોઇન્ટ્સ ટેબલમાં નંબર 1 પર રહી.
રવિવારના રોજ નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાયેલી પ્રથમ મેચમાં, ઝિમ્બાબ્વેએ ટૉસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો. ઝિમ્બાબ્વેએ 20 ઓવરમાં 7 વિકેટે 153 રન બનાવ્યા. જવાબમાં, સાઉથ આફ્રિકાએ 17.5 ઓવરમાં 5 વિકેટે લક્ષ્યનો પીછો કર્યો.
ડેવાલ્ડ બ્રેવિસે સૌથી વધુ 42 રન બનાવ્યા. સિકંદર રઝાએ 3 વિકેટ લીધી અને 73 રનની ઇનિંગ પણ રમી. જોકે, તે પોતાની ટીમને જીત અપાવી શક્યો નહીં.
બન્ને ટીમની પ્લેઇંગ-11
ઝિમ્બાબ્વે (ZIM): બ્રાયન બેનેટ, તાદીવાનાશે મારુમાની, ડીયોન માયર્સ, સિકંદર રઝા (કેપ્ટન), રાયન બર્લ, ટોની મુન્યોંગા, ક્લાઈવ મડાન્ડે, બ્રાડ ઈવાન્સ, વેલિંગ્ટન મસાકાડઝા, ગ્રીમ ક્રેમર અને બ્લેસિંગ મુઝારબાની.
સાઉથ આફ્રિકા (SA): એડન માર્કરમ (કેપ્ટન), ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), રેયાન રિકલ્ટન, ડેવાલ્ડ બ્રેવિસ, ડેવિડ મિલર, ટ્રિસ્ટન સ્ટબ્સ, જ્યોર્જ લિન્ડે, કોર્બિન બોશ, એનરિક નોર્કિયા, ક્વેના મ્ફાકા અને લુંગી એન્ગિડી.