રાજકોટ સહીત સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છના વેપારીઓ અને ઉદ્યોગપતિઓ માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે કારણ કે રાજકોટથી મુંબઈ જવા માટે અને મુંબઈથી રાજકોટ આવવા માટે દરરોજ સવારે વધુ એક ફ્લાઇટ શરૂ થવા જઈ રહી છે. આગામી 29 માર્ચથી મુંબઈ અવરજવર માટે વધુ એક ફ્લાઇટ શરૂ કરવા માટે ઈન્ડિગો એરલાઇન્સ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.
29 માર્ચથી મુંબઈ માટે વધુ એક ફ્લાઇટ મળશે રાજકોટ સહીત સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છના વેપારીઓ તેમજ ઉદ્યોગ પતિઓ માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. ઈન્ડિગો એરલાઇન્સ દ્વારા રાજકોટ હિરાસર એરપોર્ટ પરથી આગામી 29 માર્ચ 2026થી મુંબઈ માટે વધુ એક ફ્લાઇટ શરૂ કરવા માટે જાહેરાત કરવામાં આવી છે.
સવારે 7 વાગ્યે મુંબઈથી અને રાજકોટથી 8.35 વાગ્યે ટેકઓફ આ ફ્લાઇટ 29 માર્ચથી દરરોજ સવારે 7 વાગ્યે મુંબઈથી ઉડાન ભરી 8.15 વાગ્યે રાજકોટ હિરાસર એરપોર પહોંચશે અને પછી આ જ ફ્લાઇટ પરત રાજકોટ હિરાસર એરપોર્ટ પરથી 8.35 વાગ્યે ઉડાન ભરી 9.50 વાગ્યે મુંબઈ પહોંચશે.
હાલમાં દરરોજ સવારે મુંબઈની બે ફ્લાઇટ કાર્યરત ઉલ્લેખનીય છે કે હાલમાં પણ દરરોજ સવારે મુંબઈની બે ફ્લાઇટ કાર્યરત છે અને હવેથી વધુ એક ફ્લાઇટ શરૂ થતા વેપારીઓને તેનો સીધો ફાયદો થશે તેમજ ફ્લાઈટ શરૂ થવાથી રાજકોટ અને મુંબઈ વચ્ચેની હવાઈ કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે.