રાજકોટના 3 સહિત રાજ્યના 59 તાલુકા વિકાસ અધિકારીની બદલી

આગામી દિવસોમાં જિલ્લા-તાલુકા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણી યોજાનાર છે ત્યારે તે પૂર્વે જ પંચાયત વિભાગ દ્વારા બદલીના ઘાણવા કાઢવાનું શરૂ કર્યું છે.

વિધાનસભાના ચાલુ સત્ર વચ્ચે જ પંચાયત વિભાગે ગુરુવારે રાજકોટના ત્રણ સહિત 59 તાલુકા વિકાસ અધિકારીઓની સ્વવિનંતી અને જાહેર હિતમાં બદલી કરવા હુકમ કર્યા છે.

રાજ્યના પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા ગુરુવારે રાજ્યના 19 તાલુકા વિકાસ અધિકારીની બદલી અંગે હુકમ કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *