આવકના પ્રમાણપત્રની પ્રક્રિયામાં મોટો ફેરફાર

રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા આવકના પ્રમાણપત્ર (Income Certificate) મેળવવાની પ્રક્રિયામાં મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે. 18 ફેબ્રુઆરી 2026ના રોજ બહાર પાડવામાં આવેલા હુકમ અનુસાર હવે આવકનું પ્રમાણપત્ર મેળવવા માટે નવી સરળ અને પારદર્શક પદ્ધતિ અમલમાં મૂકવામાં આવશે. હાલ સુધી વિવિધ સત્તાધિકારીઓ મારફતે આપવામાં આવતા આવકના દાખલાની પ્રક્રિયામાં એકરૂપતા લાવવા અને અરજદારોને અનાવશ્યક દોડધામથી મુક્ત કરવા માટે આ સુધારા કરવામાં આવ્યા હોવાનું વિભાગે સ્પષ્ટ કર્યું છે.

જિલ્લા કલેક્ટર કચેરી રહેશે મુખ્ય સત્તાધિકારી નવા નિયમ મુજબ શહેર વિસ્તાર માટે મામલતદાર અને ગ્રામ્ય વિસ્તાર માટે તાલુકા વિકાસ અધિકારીને સત્તા આપવામાં આવી છે, પરંતુ સમગ્ર પ્રક્રિયા જિલ્લા કલેક્ટર કચેરીના માર્ગદર્શન હેઠળ રહેશે. અરજદારે નિયત ફોર્મમાં અરજી સાથે જરૂરી દસ્તાવેજો જોડવાના રહેશે.

સ્વ-ઘોષણાપત્ર (Self Declaration) ફરજિયાત આવકનું પ્રમાણપત્ર મેળવવા માટે અરજદારે હવે સ્વ-ઘોષણાપત્ર આપવાનું રહેશે. ખોટી માહિતી આપવાના કિસ્સામાં કાયદેસરની કાર્યવાહી કરવાની જોગવાઈ પણ સ્પષ્ટ કરવામાં આવી છે.

પ્રમાણપત્રની માન્યતા સ્પષ્ટ નવા પરિપત્ર અનુસાર આવકના પ્રમાણપત્રની માન્યતા સમયગાળા અંગે પણ સ્પષ્ટતા કરવામાં આવી છે. અગાઉની ગૂંચવણ દૂર કરીને હવે પ્રમાણપત્ર કેટલા સમય સુધી માન્ય રહેશે તેની નોંધ સ્પષ્ટ શબ્દોમાં કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *