સૌરાષ્ટ્રમાં દર્શન કરવા પહોંચી મંદિરમાંથી ચોરી કરતો વૃદ્ધ તસ્કર ઝડપાયો

રાજકોટના ઓમનગર સર્કલ પ્રિયદર્શન સોસાયટીમાં રહેતા મનીશભાઈ લાલજીભાઈ ચાવડા (ઉ.વ.40)નામના યુવાન પોતાની રીક્ષા લઇ ભક્તિનગર સર્કલથી ગાયત્રી નગર મેઈન રોડ પરથી પસાર થતા હતા ત્યારે એક બાઈકના ચાલકને બચાવવા જતા અકસ્માત સર્જાયો હતો અને તેમને ગંભીર ઇજાઓ થઈ હતી બાદમાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મૃતક મનીષભાઈ ચાર ભાઈ બે બહેનમાં નાના હતા. આ બનાવ અંગે જાણ થતા ભક્તિનગર પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કર્યવાહી હાથ ધરી છે.

પિતા અને કાકા જમીન બાબતે ઝઘડો કરતા યુવતીએ ફીનાઇલ પીધું રાજકોટના આજી વસાહત આંબેડકરનગરમાં રહેતા પૂજાબેન પ્રવીણભાઈ ચાવડા નામની 18 વર્ષની યુવતીએ ગઈકાલે રાત્રિના ફિનાઇલ પી લેતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. તેમના કાકા જગદીશભાઈ અને પિતાને જમીન બાબતે ઝઘડો થતા આ પગલું ભરી લીધું હોવાનું પ્રાથમિક પુછપરછમાં જાણવા મળ્યું હતું. આ ઉપરાંત પૂજા પોતે ઇમિટેશનનું કામ કરે છે અને પિતા મજૂરી કામ કરતા હોવાનું તેમને જણાવ્યું હતું હાલ પોલીસે તેનું નિવેદન નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

સૌરાષ્ટ્રભરના મંદિરોમાં દર્શન કરવા પહોંચી ચોરી કરતો રીઢો વૃદ્ધ તસ્કર ઝડપાયો જેતપુર શહેરના ટાકુડીપરા વિસ્તારમાં 15 દિવસ પહેલા પાંભર પરીવારના કુળદેવી ખોડીયાર માતાજીના મંદિરમાં ચાંદિના છતરોની ચોરી થયેલ જે અંગે જેતપુર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી દરમ્યાન બાતમીના આધારે ગોંડલ રેલ્વે સ્ટેશન પાસેથી રમેશભાઇ લવજી તન્ના (ઉ.વ.70)ને શંકાસ્પદ રીતે કુલ મુદ્દામાલ રૂ.38,500 સાથે પકડી આકરી પુછપરછ કરતા મંદિર ચોરીનો ગુન્હો શોધી કાઢવામાં આવેલ તેમજ અન્ય ત્રણ મંદિર ચોરીઓના ગુન્હાની પણ કબૂલાત આપતાં આરોપીને આગળની કાર્યવાહી માટે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ગોંડલ ખાતે સોંપવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *