ગોવિંદા અને તેની પત્ની સુનીતા આહુજા અવારનવાર તેમના લગ્નજીવનને લઈને ચર્ચામાં રહે છે. ક્યારેક બંનેના છૂટાછેડાના સમાચાર સામે આવે છે, તો ક્યારેક તેને અફવા કહેવામાં આવે છે. હવે તાજેતરમાં સુનીતાએ તેમના નવા વ્લોગમાં ફરી એકવાર ગોવિંદા સાથેના તેમના સંબંધો વિશે ખુલીને વાત કરી. આ વખતે તેણે તેને માફ કરવા અંગે પણ પ્રતિક્રિયા આપી.
‘ગોવિંદા મારા બાળપણનો પ્રેમ છે’
જ્યારે સુનીતાને પૂછવામાં આવ્યું કે, શું તેમની માફીની યાદીમાં ગોવિંદાનું નામ છે? તો તેણે જવાબ આપ્યો, ‘કંઈ કહી શકાય નહીં. તે મારા બાળપણનો પ્રેમ છે. જો તે બદલાઈ જાય અને મારા નિયમો મુજબ જીવન જીવે, તો હું તેને માફ કરી દઈશ.’
તેણે એમ પણ કહ્યું કે, ‘હું સમાચારોમાં આવતી દરેક વાત પર ધ્યાન આપવા માંગતી નથી. આ તે ઉંમર નથી જ્યારે હું આટલો તણાવ સહન કરી શકું. હું મેનોપોઝમાંથી પસાર થઈ રહી છું. આ સમયે પતિ અને બાળકોના સપોર્ટની જરૂર હોય છે, દબાણની નહીં.’
સુનીતાએ આગળ કહ્યું કે, ‘ગોવિંદા પોતાની માતાથી ડરતો હતો, પરંતુ તેમના નિધન પછી તે વધુ બેફિકર થઈ ગયો. હવે તે કોઈથી ડરતો નથી અને જે ઈચ્છે છે, તે જ કરે છે. તેની સંગત પણ સારી નથી.’
તેણે એમ પણ જણાવ્યું કે, ‘ઘણા લોકોએ તેની નિર્દોષતાનો ફાયદો ઉઠાવ્યો. મેં ઘણું સહન કર્યું છે, પરંતુ હવે વધુ નહીં. મેં મારી અલગ ઓળખ બનાવી લીધી છે. 40 વર્ષનો સંબંધ રાતોરાત તૂટતો નથી, તેથી હું ભાવુક રહીશ. પરંતુ હવે મારું હૃદય મજબૂત થઈ ગયું છે. હું હંમેશા સાચું બોલું છું.’