ગેરકાયદે ઘૂસણખોરી કરી રાજકોટ આવેલ વધુ 4 બાંગ્લાદેશી મહિલા ઝડપાઇ

ઘૂસણખોરી અટકાવવા માટે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા આપવામાં આવેલ સૂચના આધારે રાજકોટ શહેર SOG પોલીસ દ્વારા વધુ ચાર બાંગ્લાદેશી મહિલાની ધરપકડ કરવામાં આવી છે. આ 4 મહિલા છેલ્લા એક સપ્તાહથી રાજકોટમાં આવી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, 8 મહિના અગાઉ રાજકોટ શહેર SOG પોલીસે કુલ 34 બાંગ્લાદેશીઓને ઝડપી પાડી ડિપોર્ટ કાર્યવાહી કરી હતી જેમાં 25 મહિલા, 6 પુરુષ અને 3 બાળકોનો સમાવેશ થાય છે.

રાજકોટ શહેર એસીપી ક્રાઇમ ભરત બસિયાએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેરમાં અન્ય દેશના ગેરકાયદે ઘૂસણખોરી કરી વસવાટ કરતા નાગરિકોને અટકાવવા માટે ડ્રાઈવ છેલ્લા 8 મહિનાથી ચાલી રહી છે આ જ મુજબ શહેર SOG પોલીસ ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, શહેરના આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા એક સપ્તાહથી 4 જેટલી મહિલા બાંગ્લાદેશથી ઘૂસણખોરી કરી આવી છે, જેથી કોઠારીયા વિસ્તારમાં પહોંચી તપાસી કરી ચાર બાંગ્લાદેશી મહિલાને અટકાવી પૂછપરછ કરવામાં આવી હતી અને તેમની પાસેથી કોઈ આધાર પુરાવા મળી આવ્યા ન હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *