ગલગોટિયા યુનિવર્સિટીની ગોલમાલ, AI સમિટમાંથી બહાર ધકેલાઈ

ગાલગોટિયાસ યુનિવર્સિટી, જેણે ચાઇનીઝ રોબોટ્સ અને કોરિયન ડ્રોનને પોતાનો પ્રોજેક્ટ ગણાવ્યો, તેને ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ એક્સ્પોમાંથી હાંકી કાઢવામાં આવી છે. આયોજકોએ પહેલા યુનિવર્સિટીના પેવેલિયનની વીજળી કાપી નાખી, પછી તેને તાળું મારી બેરિકેડ કરી દીધું.

આ કાર્યવાહી એક વીડિયો વાઇરલ થયા બાદ કરવામાં આવી છે જેમાં યુનિવર્સિટીએ ચીની કંપનીના રોબોટિક ડોગને પોતાની શોધ હોવાનો દાવો કર્યો હતો. ચીની રોબોટિક ડોગની સાથે, યુનિવર્સિટીએ કોરિયન કંપનીના ડ્રોનને પણ પોતાનું હોવાનો દાવો કર્યો હતો.

વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે- ભારતની પ્રતિભા અને ડેટાનો યોગ્ય રીતે ઉપયોગ કરવાને બદલે, AI સમિટ એક PR સ્ટંટ બની ગયો છે – જ્યાં ભારતીય ડેટા વેચાણ માટે મૂકવામાં આવે છે

સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા એક વીડિયોમાં યુનિવર્સિટીના પ્રતિનિધિ મીડિયા સાથે વાતચીત દરમિયાન રોબોટિક ડોગના ફીચર્સ સમજાવી રહ્યા છે. વીડિયોમાં તેને ‘ઓરિયન’ નામ આપવામાં આવ્યું અને કહેવામાં આવ્યું કે એને યુનિવર્સિટીના ‘સેન્ટર ઓફ એક્સેલન્સ’ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે.

આ વીડિયો સામે આવ્યા બાદ ઘણા ટેક નિષ્ણાતો અને યુઝર્સે દાવો કર્યો કે આ ખરેખર ચીની કંપની ‘યુનિટ્રી’નું ‘Go2’ મોડલ છે, જે બજારમાં 2-3 લાખ રૂપિયામાં ઉપલબ્ધ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *