અમદાવાદમાં નેધરલેન્ડ્સને 17 રનથી હરાવ્યું; શિવમ દુબેની ફિફ્ટી, વરુણ ચક્રવર્તીએ ત્રણ વિકેટ લીધી

ભારતે T20 વર્લ્ડ કપ 2026માં સતત ચોથી મેચ જીતી છે. બુધવારે ત્રીજી મેચમાં ટીમે નેધરલેન્ડ્સને 17 રનથી હરાવ્યું. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગ્રુપ Aની આ મેચમાં ભારતે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો.

ભારતીય ટીમે 20 ઓવરમાં 6 વિકેટે 193 રન બનાવ્યા. જવાબમાં, નેધરલેન્ડ્સ 20 ઓવરમાં 7 વિકેટે 176 રન જ બનાવી શક્યું. વરુણ ચક્રવર્તીએ 3 વિકેટ લીધી. શિવમ દુબેએ 2 વિકેટ લીધી. જસપ્રીત બુમરાહ અને હાર્દિક પંડ્યાએ એક-એક વિકેટ લીધી.

ટીમ ઇન્ડિયા માટે શિવમ દુબેએ 66 રન બનાવ્યા. આ વર્લ્ડ કપમાં તેની પહેલી ફિફ્ટી છે. હાર્દિક પંડ્યાએ 30 રન બનાવ્યા. લોગન વાન બીકે 3 વિકેટ લીધી. આર્યન દત્તે 2 વિકેટ લીધી.

નેધરલેન્ડ્સે 16મી ઓવરમાં છઠ્ઠી વિકેટ ગુમાવી દીધી. સ્કોટ એડવર્ડ્સ 15 રન બનાવીને આઉટ થયા. તેમને જસપ્રીત બુમરાહએ બોલ્ડ કર્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *