વડોદરાની બ્રાઇટ સ્કૂલને બોમ્બની ધમકી ધો. 5ના વિદ્યાર્થીએ આપ્યાનો ઘટસ્ફોટ

રાજ્યમાં બોમ્બથી ઉડાવી દેવાની ગજબની પેટર્ન જોવા મળી રહી છે. પહેલાં સ્કૂલોને મેલ કરવામાં આવે છે અને પછી કોર્ટને ઉડાવી દેવાના મેલ મળી રહ્યા છે. આજે(17 ફેબ્રુઆરી) અમદાવાદ, રાજકોટ, વડોદરા, ગાંધીનગર, મહેસાણા અને વલસાડની કોર્ટને ધમકીભર્યા મેલ મળ્યા છે.

તો ગઇકાલે વડોદરાના અમિતનગર સર્કલ પાસે આવેલી બ્રાઇટ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી પાછળ ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. જેમાં આ ધમકી અન્ય કોઈએ નહીં પણ સ્કૂલના જ ધોરણ 5માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ આપી હોવાનું બહાર આવ્યું છે.

ગઇકાલે 16 ફેબ્રુઆરીએ સાંજે 5:32 વાગ્યે એક આઈડી પરથી મોકલવામાં આવેલા ઇ-મેલમાં લખ્યું હતું કે, ‘શાળામાં બોમ્બ મૂક્યો છે અને વિસ્ફોટ સવારે 8 વાગ્યે શરૂ થશે, તેથી આવતીકાલે રજા રાખજો.’

બીજા દિવસે શાળામાં રજા જાહેર થાય તેવા આશયથી વિદ્યાર્થીએ આ બોમ્બ થ્રેટ મેલ સ્કૂલને મોકલ્યો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. જોકે, સાયબર ક્રાઇમ અને સ્થાનિક પોલીસે સ્થળ પર પહોંચી તપાસ કરતા કંઈ પણ શંકાસ્પદ મળ્યું નહોતું અને હાલ પોલીસ દ્વારા આ મામલે વિદ્યાર્થીની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *