મૃત નવજાતને મોઢામાં લઈને શ્વાન ભક્તિનગર રેલવે સ્ટેશનમાં પહોંચ્યું

બાળકને જન્મ આપીને ફેંકી દેવાના કિસ્સા મહિનામાં બે ત્રણ વખત સાંભળવા મળતા હોય છે ત્યાર વધુ એક નિષ્ઠુર માતાએ તેના નવજાત શિશુને ત્યજી દેતા પોલીસમાં બાળકને ત્યજનાર માતા વિરુદ્ધ ગુનો નોંધાયો છે. રેલવે સ્ટેશનના ખુલ્લા પ્લોટમાં 1 શ્વાન મૃત નવજાત બાળકને લઈને ફરતું નજરે પડતા લોકોમાં અરેરાટી મચી હતી.

શહેરના ભક્તિનગર રેલવે સ્ટેશનના ખુલ્લા પ્લોટમાંથી સમીસાંજે એક શ્વાન મૃત નવજાત બાળકને મોઢામાં લઈને ફરતું નજરે પડતા લોકોમાં દેકારો મચી જવા પામ્યો હતો. બાળકને શ્વાનના મોંમાંથી છોડાવવા માટે અનેક પ્રયાસો કર્યા. અંતે પોલીસને જાણ કરતા 112ની ગાડી પહોંચી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં, આ કોઈ નવજાત જન્મેલું બાળક છે કે કોઈ માતાએ ત્યજી દીધેલું ભ્રૂણ કે પછી કોઈ અધૂરા માસે જન્મેલું બાળક? પ્રાથમિક દૃષ્ટિએ તે નક્કી કરવું મુશ્કેલ જણાઈ રહ્યું છે. પોલીસે વધુમાં જણાવ્યા મુજબ, સ્થાનિકોએ શ્વાનને બાળકને મોઢામાં દબોચી લઈ જતા જેટકો પાવર સ્ટેશનના કમ્પાઉન્ડમાં જોયું હતું. લોકોના અનેક પ્રયત્નો બાદ બાળકને શ્વાનના મોઢામાંથી બચાવી લેવામાં આવ્યું હતું. જોકે બાળક મૃત હાલતમાં જ હતું. છતાંય પોલીસે જણાવ્યા મુજબ બાળકનો કમર નીચેના અંગો ન મળી આવતા પોલીસે બાળકના શરીરના અંગો શોધવાની કામગીરી હાથ ધરી છે. વધુમાં બાળકને જન્મ આપી ફેંકી દેનાર નિષ્ઠુર મહિલા વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી નજીકના સીસીટીવી ફૂટેજની તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *