સિંગર એસ. જાનકીના અંતિમ સંસ્કાર થયા

જાણીતા પ્લેબેક સિંગર એસ. જાનકીના રવિવારે સાંજે રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. મૈસુરની એક ખાનગી હોસ્પિટલમાં શનિવારે સાંજે જાનકીનું નિધન થયું હતું. તેઓ 88 વર્ષના હતા.

જાનકીના અંતિમ સંસ્કાર મૈસુરના એચડી કોટે તાલુકા સ્થિત તેમના પૈતૃક ફાર્મહાઉસ પર તેલુગુ બ્રાહ્મણ રીતિ-રિવાજ મુજબ કરવામાં આવ્યા. સાંજે 5:48 વાગ્યે તેમની પૌત્રી અપસરાએ ચિતાને મુખાગ્નિ આપ્યો.

એસ. જાનકીને શુક્રવારે રાત્રે શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી. ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *