એકલી સગીરાને ‘બેટા’ કહી રિક્ષાચાલકે અડપલાં કર્યા

રાજકોટના ઢેબર રોડ પર આવેલ બસપોર્ટ ખાતે રીક્ષા ચાલકે એકલી સગીરાને જોઈ બેટા કહીં શરીરે અડપલાં કર્યા હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. બનાવ અંગે રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી પંથકના રહેવાસીએ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે સિકંદર નામના શખ્સનું નામ આપતાં એ ડિવિઝન પોલીસે પોકસો તેમજ જાતીય સતામણી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દીકરીનો ફોન આવ્યો અને કહ્યું કે,’હું રાજકોટ છું’ ફરિયાદીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમને સંતાનમાં બે દીકરી અને એક દીકરો છે. જેમાં સૌથી મોટી દીકરી 15 વર્ષની છે તે દીકરી ગોંડલ અભ્યાસ કરે છે. ગઇ તા.28ના રોજ ભત્રીજાના લગ્ન હોવાથી દીકરી ધરે આવી હતી. દરમિયાન ગત તા.10ના રોજ તે ધરે હાજર ન જોવા મળતા શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન રાત્રે દીકરીનો ફોન આવ્યો અને કહ્યું કે, હું રાજકોટ છું તમે મને તેડી જાવ જેથી ફરિયાદી અને અન્ય લોકો દીકરીને લેવા રાજકોટ આવ્યા હતા ત્યારે દીકરીએ પિતાને વાત કરતા જણાવ્યું કે, મે મારા ફ્રેન્ડને રાજકોટ માધાપર ચોકડી ખાતે આવી ફોનથી વાત કરી આપણે બંને ભાગી જઇ તો તેણે મને ના પાડી અને મારે ઘરે ન આવવુ હોય અને નાનીના ઘરે નાસિક જવું હોય જેથી હું રીક્ષામાં બેસી અને રાત્રિના 8.45 વાગ્યા આસપાસ રાજકોટ એસ.ટી. બસપોર્ટ ખાતે આવી હતી.

આ પછી મોબાઇલનું ચાર્જર લેવા બહારના ભાગે ગઈ હતી ત્યાં એક દાઢી વાળો માણસ આવ્યો અને કહ્યું કે, બેન તમારે કયાં જવું છે ? જેથી તેને કહ્યું કે મારે ગોંડલ-નાસિકની બસમાં બેસી નાસિક જવું છે. તો આ માણસે કહ્યું કે, બસ હવે હશે કે નહી તું અહીંથી સુરત જતી રહે ત્યાંથી નાસિકની બસ મળી જશે. હું તથા અજાણ્યો માણસ બસ સ્ટેન્ડમાં ગયા હતાં, હું સુરત વાળી બસમાં ચડેલ તો બસ ખાલી ન હોય જેથી નીચે ઉતરી અને બાદમાં બીજી સુરતની બસ આવી તે પણ ખાલી ન હોય જેથી નીચે ઉતરી ગઈ હતી. ત્યારે ફરીવાર આ અજાણ્યો માણસ આવી મારી પીઠ પાછળ વાસામાં હાથ ફેરવી અને કહ્યું કે, તું હજી અહીં કેમ ઉભી છો? તો મેં કહ્યું કે, બસ ફુલ છે તો તેણે કહ્યું કે હું તને લીમડા ચોક ખાતે લઇ જાવ અને ત્યાંથી તને બસ મળી જશે. લીમડા ચોક ગયા તો બે ત્રણ ટ્રાવેલ્સની ઓફિસમાં તપાસ કરતા બસ ફુલ હતી અને ચોથી ટ્રાવેલ્સની ઓફિસે ગયા ત્યાં એક સીંગલ સોફા સીટ ખાલી છે કહેતા મારી ટિકિટના તેણે રૂપીયા આપી અને મારા મોબાઇલ નંબર તેના ફોનમાં ફોન કરી અને ટિકિટમાં લખાવ્યા હતા અને તેનું નામ પુછતા તેણે તેનું નામ સિંકદર જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *