ભારત સતત બીજી મેચ જીત્યું, નામિબિયાને 93 રને હરાવ્યું

ભારતે T20 વર્લ્ડ કપની 18મી મેચમાં નામિબિયાને 93 રનથી હરાવી દીધું છે. વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની આ સતત બીજી જીત છે. આ જીત સાથે જ ભારતે ગ્રુપ-Aમાં પાકિસ્તાનને પછાડીને ટૉપ પર આવ્યું છે.

ટૉસ હારતા પહેલી બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 9 વિકેટના નુકસાન પર 209 રન બનાવ્યા હતા. ભારતે છેલ્લા 4 રન બનાવવામાં 5 વિકેટ ગુમાવી દીધી હતી. ઈશાન કિશને 61 અને હાર્દિક પંડ્યાએ 52 રન બનાવ્યા. નામિબિયા તરફથી કેપ્ટન ગેરાર્ડ ઇરાસ્મસે 4 વિકેટ લીધી.

210 રનના ટાર્ગેટ ચેઝ કરવા ઉતરેલી નામિબિયાની ટીમ 18.2 ઓવરમાં 116 રન પર ઓલઆઉટ થઈ ગઈ. ભારત માટે વરુણ ચક્રવર્તીએ 3, અક્ષર અને હાર્દિકે 2-2 વિકેટ લીધી. નામિબિયા તરફથી લૌરેન સ્ટીનકેમ્પે સૌથી વધુ 29 રન બનાવ્યા.

બન્ને ટીમની પ્લેઇંગ-11

ભારત (IND): સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), સંજુ સેમસન, ઈશાન કિશન (વિકેટકીપર), તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ અને જસપ્રીત બુમરાહ.

નામિબિયા (NAM): જેરાર્ડ ઇરાસ્મસ (કેપ્ટન), લૌરેન સ્ટીનકેમ્પ, જેન ફ્રાયલિન્ક, જેન નિકોલ લોફ્ટી-ઈટન, જેજે સ્મિટ, જેન ગ્રીન (વિકેટકીપર), રુબન ટ્રમ્પલમેન, મલાન કરુગેર, બર્નાર્ડ શોલ્ટ્ઝ, બેન શિકોંગો અને મેક્સ હિંગો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *