‘પાકિસ્તાનવાળાઓએ PM પાસે બ્રહ્મોસ માંગી, 9 ઠેકાણા પર મોકલી દીધી’

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 26 ફેબ્રુઆરીથી ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે ત્યારે રાજકોટમાં બોર્ડના વિદ્યાર્થીઓ ભયમુક્ત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે ‘જીત જાયેંગે હમ’ શીર્ષક હેઠળ પરિક્ષાર્થી પ્રેરણા મહોત્સવ યોજાયો હતો. જેમાં 2200 વિદ્યાર્થીઓને અપૂર્વમૂની સ્વામીએ મોટીવેશનલ સ્પીચ આપી હતી, જેમાં અલગ-અલગ ક્ષેત્રના સફળ વ્યક્તિઓના ઉદાહરણો ટાંકવામાં આવ્યા.

‘તમે લોકેશન મોકલો અમે સીધી મિસાઈલ મોકલી દઈશું’ આ દરમિયાન તેમણે ભારતને વિશ્વનો શક્તિશાળી દેશ બનાવવા માટેની વાત કરી પરંતુ, તે પાનના ગલ્લે જવાથી નહીં થાય તેવી ટકોર પણ કરી. આ સાથે જ ભારત ઉત્તર પ્રદેશ કરતા પણ ઓછી વસ્તી ધરાવતા જાપાન દેશ પાસેથી બુલેટ ટ્રેન ખરીદશે અને આપણે ખાલી ડબ્બા બનાવવાના તેવો વસવાસો વ્યક્ત કર્યો હતો તો પાકિસ્તાન પરના ભારતના ઓપરેશન સિંદૂર અંગે રમુજ કરતા કહ્યું કે, પાકિસ્તાન વાળાઓએ નરેન્દ્ર મોદીને ફોન કર્યો કે, અમારે બ્રહ્મોસ મિસાઈલ જોઈતી હોય તો કેટલા રૂપિયા થાય? તે સમયે મોદીએ કહ્યું- તમે લોકેશન મોકલો અમે સીધી મિસાઈલ મોકલી દઈશું.

સ્વામીએ બોર્ડના વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું કે, આખા વિશ્વનો સૌથી શક્તિશાળી દેશ કયો હોવો જોઈએ ? ત્યારે વિદ્યાર્થીઓએ કહ્યું કે ભારત દેશ. જે બાદ સ્વામીજીએ કહ્યું કે, ઇન્ડિયા મસ્ટ બી અ સુપર પાવર પરંતુ સુપર પાવર એ પાનના ગલ્લે જવાથી ન થાય. તેમણે કહ્યું ,કે ઇન્ડિયામાં એલન મસ્કનું સ્ટાર લિંક ઇન્ટરનેટ શરૂ થઈ જશે. આપણી ઇન્ટરનેટની કંપનીઓ બંધ થવા લાગી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *