અમીનમાર્ગ અને વેસ્ટ ઝોન કચેરીના કોર્નર પર બનશે ફૂટ બ્રિજ

મંગળવારે મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બજેટ બેઠકમાં ફૂટ ઓવરબ્રિજનો મુદ્દો ઉપસ્થિત થતાની સાથે જ કોર્પોરેશને શહેરના નાગરિકોની સલામતી તથા ટ્રાફિક વ્યવસ્થામાં સુધારા માટે 24 કલાકમાં જ મહત્ત્વનો નિર્ણય લઈ 150 ફૂટ રિંગ રોડ ઉપર અમીનમાર્ગના ખૂણે તેમજ મનપાની વેસ્ટઝોન કચેરીના કોર્નર ખાતે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપના ધોરણે બે આધુનિક ફૂટઓવર બ્રિજ બનાવવાનું જાહેર કર્યું છે. બન્ને ફૂટ ઓવરબ્રિજ માટે 18 માસમાં પ્રોજેક્ટ પૂર્ણ કરવાની સમયમર્યાદા નક્કી કરી છે.

રાજકોટ કોર્પોરેશને શહેરના 150 ફૂટ રિંગ રોડ પર અમીનમાર્ગના ખૂણે તેમજ વેસ્ટઝોન કચેરીના કોર્નર ખાતે પીપીપી મોડલથી રૂ.10.17 કરોડના ખર્ચે બે ફૂટ ઓવરબ્રિજ નિર્માણ કરવા નક્કી કર્યું છે જેની સમયમર્યાદા 18 માસ રાખવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *