ઈટાલિયાએ મદદ ના કરતાં રાજુ કરપડાનું AAPમાંથી રાજીનામું

રાજ્યની રાજનીતિમાં મહત્ત્વપૂર્ણ વળાંક સર્જાયો છે. આમ આદમી પાર્ટી (AAP)ના ખેડૂત સંગઠનના પ્રદેશ પ્રમુખ રાજુ કરપડાએ પાર્ટીના તમામ પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમના આ નિર્ણયથી પાર્ટી સંગઠનમાં ચર્ચા અને અટકળોનું બજાર ગરમાયું છે.

મળતી માહિતી મુજબ, રાજુ કરપડાએ પોતાનું રાજીનામું પાર્ટીના ઉચ્ચ નેતૃત્વને સોંપ્યું છે. રાજીનામાનાં કારણોને લઈને સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી, પરંતુ આંતરિક મતભેદો અને સંગઠનાત્મક મુદ્દાઓને કારણે રાજીનામુ આપ્યું હોવાની ચર્ચા રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે.

સાડાત્રણ મહિના જેલમાં રહ્યા, પણ ઇટાલિયાએ મદદ ન કરી આ રાજીનામા અંગે રાજકીય સૂત્રોએ જણાવ્યું હતું કે રાજુ કરપડા ગોપાલ ઇટાલિયાથી ભારોભાર નારાજ હતા. સાડાત્રણ મહિનાના જેલવાસ દરમિયાન તેને કોઈ મદદ નથી કે નથી તો તેની સાથે મુલાકાત કરી. જ્યારે ગોપાલ ઇટાલિયા વિસાવદરથી વિધાનસભા ચૂંટણી લડતા હતા ત્યારે દોઢ મહિના સુધી રાજુ કરપડાએ ચૂંટણી જિતાડવા મહેનત કરી હતી, પરંતુ કપરા સમયમાં ઇટાલિયાએ મદદ ન કરતાં અંતે રાજીનામું ધરી દીધું છે.

AAP સૌરાષ્ટ્રમાં પકડ ગુમાવી શકે છે રાજુ કરપડાના રાજીનામાંથી સૌરાષ્ટ્રમાં AAPને મોટો ફટકો પડ્યો છે. સૌરાષ્ટ્રમાં AAPની પકડ ધીમે ધીમે મજબૂત બની રહી હતી અને ઇટાલિયાની વિસાવદર જીત બાદ કડદાપ્રથા સામે મોટું આંદોલન થયું, જેથી ખેડૂતો AAP તરફ ઢળવા લાગ્યા, પણ અચાનક જ રાજુ કરપડાના રાજીનામાં બાદ પાર્ટી સૌરાષ્ટ્રમાંથી પોતાની પકડ ગુમાવશે એ વાત નક્કી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *