પાકિસ્તાનની સતત બીજી જીત, USAને 32 રનથી હરાવ્યું

પાકિસ્તાને ટી-20 વર્લ્ડ કપમાં સતત બીજી જીત નોંધાવી છે. ટીમે મંગળવારે ત્રીજી મેચમાં USA ને 32 રનથી હરાવ્યું. આ જીત સાથે પાકિસ્તાન ગ્રુપ A ના પોઈન્ટ્સ ટેબલમાં ટોચ પર આવી ગયું છે.

કોલંબોના SSC સ્ટેડિયમમાં USA એ ટોસ જીતીને બોલિંગ પસંદ કરી. પાકિસ્તાને 20 ઓવરમાં 9 વિકેટે 190 રન બનાવ્યા. જવાબમાં USA 20 ઓવરમાં 5 વિકેટે 158 રન જ બનાવી શક્યું.

શુભમ રંજને 51 રનની ઇનિંગ રમી. જ્યારે ઓપનર શયન જહાંગીર (49 રન) હાફ સેન્ચુરી ચૂકી ગયા. ઉસ્માન તારિકે 3 વિકેટ ઝડપી. શાદાબ ખાનને 2 વિકેટ મળી.

પાકિસ્તાની ઓપનર સાહિબઝાદા ફરહાને 73 અને બાબર આઝમે 46 રન બનાવ્યા. અમેરિકા તરફથી શેડલી વાન શાલ્કવિકે 4 વિકેટ લીધી.

પાકિસ્તાન: સાહિબઝાદા ફરહાન, સઈમ અયુબ, સલમાન આગા (કેપ્ટન), બાબર આઝમ, ઉસ્માન ખાન (વિકેટકીપર), શાદાબ ખાન, મોહમ્મદ નવાઝ, ફહીમ અશરફ, શાહીન આફ્રિદી, ઉસ્માન તારિક, અબરાર અહેમદ

યુએસએ (USA): એન્ડ્રીઝ ગૌસ, શયન જહાંગીર, મોનાંક પટેલ, મિલિંદ કુમાર, શુભમ રંજન, સંજય કૃષ્ણમૂર્તિ, હરમીત સિંહ, મોહમ્મદ મોહસિન, શેડલી વાન શાલ્કવિક, સૌરભ નેત્રાવલકર, એહસાન આદિલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *