ખોખડદળ પાસે યુવકને છરી બતાવી 4 શખ્સ ઉઠાવી ગયા

આ બનાવમાં શહેરના કણકોટ કોળીવાસમાં રહેતા પૂજાબેન મુકેશભાઈ ઉધરેજા(ઉં.વ.26)એ આજી ડેમ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તેણીના પતિ રિક્ષા ડ્રાઈવિંગનું કામ કરે છે.

ગત તા.07/02ના પતિ મુકેશ ઉધરેજા તેના મિત્ર અરુણ તથા વિજય અને મામાના દીકરા વિનાશ સાથે ફોર વ્હિલ કાર લઈને શાપર ગયા હતા. સાંજે પતિનો તેણીના ફોનમાં કોલ આવ્યો કે, રાત્રે જમવાનું ના બનાવીશ આપણે જમવા જઈશું.

ત્યારબાદ પતિનો કોલ ન લાગતા સસરાએ જાણ કરી કે, તેને અરુણે જણાવ્યું હતું કે, મુકેશને કારમાં આવેલા ચાર શખ્સે ખોખડદળ મેલડી માતાજીના મંદિર પાસે રસ્તામાં આંતરી લઇ માર મારી છરી બતાવી કારમાં બેસાડી અપહરણ કરી લઇ ગયા હોય જે બાબતે મહિલાની ફરિયાદ પરથી પોલીસે અપહૃત પતિને શોધવા વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *