ગયા અઠવાડિયે શેરબજારમાં તેજીના કારણે ભારતના ટોપ-10 સૌથી મૂલ્યવાન ફર્મ્સમાંથી 8નું સંયુક્ત માર્કેટ વેલ્યુએશન 4.55 લાખ કરોડ રૂપિયા વધી ગયું. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આમાં સૌથી મોટી ગેનર રહી. છેલ્લા 5 દિવસમાં સેન્સેક્સ 2,857.46 અંક અથવા 3.53% વધ્યો.
આનાથી ટોપ-10માં રિલાયન્સ, HDFC બેંક, ભારતી એરટેલ, ICICI બેંક, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, બજાજ ફાઇનાન્સ, લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (LIC) અને હિન્દુસ્તાન યુનિલિવર ગેનર્સ રહ્યા, જ્યારે ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS) અને ઇન્ફોસિસના વેલ્યુએશન્સ ઘટ્યા.
બેંકિંગ અને ટેલિકોમ શેરોમાં તેજી રહી
બજારની આ રેલીમાં બેંકિંગ અને ટેલિકોમ સેક્ટરને સૌથી વધુ ફાયદો થયો. ભારતી એરટેલની માર્કેટ વેલ્યુ ₹52,516.39 કરોડ વધીને ₹11.62 લાખ કરોડને પાર પહોંચી ગઈ. પ્રાઇવેટ સેક્ટરની બેંકોમાં ICICI બેંકની વેલ્યુમાં ₹52,476.97 કરોડનો ઉછાળો આવ્યો, જ્યારે HDFC બેંકની વેલ્યુ ₹32,350.28 કરોડ વધી છે.