લોધીકા પોલીસે રીબડા રોડ પરથી એક ઈસમને ઝડપી કાર્યવાહી કરી

લોધીકા પોલીસે રીબડા રોડ પર પીપળીયા ગામની સીમમાં આનંદ સોસાયટી નજીકથી એક ઈસમને દેશી દારૂ સાથે ઝડપી પાડ્યો છે. પોલીસે તેની પાસેથી 3 લીટર દેશી દારૂ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, લોધીકા પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન રીબડા રોડ પર પીપળીયા ગામની સીમમાં આનંદ સોસાયટી પાસે એક શંકાસ્પદ વ્યક્તિ જોવા મળ્યો હતો. પોલીસે તેની તપાસ કરતા રાજમલભાઈ ઉર્ફે રાજભાઈ માલસુરભાઈ (રહે. રીબડા, તા. ગોંડલ, જી. રાજકોટ) નામના ઈસમ પાસેથી ૧૫ કોથળીઓમાં ભરેલો કુલ ૩ લીટર દેશી દારૂ મળી આવ્યો હતો. જપ્ત કરાયેલ દારૂની કિંમત આશરે રૂ. ૬૦૦ હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે.

પોલીસે આરોપી રાજમલભાઈની સ્થળ પર જ અટકાયત કરી હતી. તેની પાસેથી મળેલ દેશી દારૂ કબ્જે કરી ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.લોધીકા પોલીસે જણાવ્યું છે કે ગેરકાયદેસર દારૂના વેચાણ અને વહન સામે તેમની કાર્યવાહી સતત ચાલુ રહેશે અને કાયદાનો ભંગ કરનાર કોઈપણ વ્યક્તિને બક્ષવામાં આવશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *