રાજકોટ જિલ્લા ભાજપનું નવું સંગઠન જાહેર

રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરીયા દ્વારા આજે નવા સંગઠન માળખાની જાહેરાત કરવામાં આવી છે જેમાં ઉપપ્રમુખ તરીકે લોધિકાના કાજલબેન ગોંડલીયા, ગોંડલના રીનાબેન ભોજાણી, ધોરાજીના રેખાબેન ડાભી, ગોંડલના પ્રફુલભાઇ ટોળીયા, જામકંડોરણાના સુરેન્દ્રસિંહ વાળા, ઉપલેટાના જયેશભાઇ ત્રિવેદી, લોધિકાના મનોજભાઈ રાઠોડ, અને ધોરાજીના રાજુભાઈ બાલધાની નિમણુંક કરવામાં આવી છે જયારે મહામંત્રી તરીકે રાજકોટ તાલુકાના નરેન્દ્રસિંહ જાડેજા, જસદણ તાલુકાના હરેશભાઇ હેરભા અને ઉપલેટાના રવિભાઈ માંકડિયાની નીમજુક કરવામાં આવી છે. આ ઉપરાંત મંત્રી તરીકે ભારતીબેન સાંકળિયા, સતિષભાઈ ભીમજીયાણી, મુકેશભાઈ મેર, પ્રવીણભાઈ હેરમાં, સુધાબેન ગોહેલ, મનીષાબેન સંચાણીયા, અનિતાબેન ચૌહાણ અને શૈલેષ અજાણીની નિમણુંક કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા બે દિવસથી રાજકોટ શહેર અને જિલ્લા ભાજપ પ્રમુખ સહિતનાઓને બદલી દેવામાં આવશે તેવી ચર્ચા છેલ્લા બે દિવસથી રાજકીય વર્તુળોમાં જોરશોરથી ચર્ચાઈ રહી હતી. પરંતુ આ ચર્ચા બાદ ઢોલરીયાએ પ્રદેશ સંગઠનના હોદેદાર સમક્ષ રજુઆત કરી લોબિંગ કરાવતા આખરે પ્રદેશ મવડી મંડળ દ્વારા આ ભલામણ માન્ય રાખી અલ્પેશ ઢોલરિયાને યથાવત રાખવા નિર્ણય કર્યો છે અને છેલ્લી ઘડીએ તેમને યથાવત રાખી બાકીના સંગઠન માળખાની આજે જાહેરાત કરવામાં આવી છે ત્યારે હવે રાજકોટ શહેરના પ્રમુખ સહીત સંગઠનમાં બદલાવ માટેની ચર્ચા વચ્ચે શહેરનું નવું માળખું ક્યારે જાહેર થશે અને તેમાં કોનો સમાવેશ થશે તેના પર સૌકોઇની મીટ મંડાયેલી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *