ગત 25 જાન્યુઆરી 2026ના રોજ ગુજરાત ATSએ નવસારીના ચારપુલ વિસ્તારમાંથી એક શંકાસ્પદ યુવકની ધરપકડ કરી હતી. પકડાયેલા આરોપીની ઓળખ ફૈઝાન શેખ તરીકે થઈ હતી, જે મૂળ ઉત્તરપ્રદેશના રામપુરનો વતની છે અને હાલ નવસારીમાં રહેતો હતો, ત્યારે દરજીકામ કરતો ફૈઝાન શેખ આતંકવાદી સંગઠનોના પ્રભાવમાં આવીને દેશમાં આતંક ફેલાવવાની ફિરાકમાં હતો. જેની માટે તેણે એક પિસ્ટલ અને છ કારતુસ પણ ખરીદ્યા હતા.
ફેઝાન શેખે ઇસ્લામ અને પયગંબર વિરૂદ્ધ સ્ટેટમેન્ટ આપનાર લોકોની યાદી બનાવી તેમની હત્યા કરવાની યોજના ઘડી હતી. ફેઝાને સાત લોકોની યાદી બનાવી હતી. જે ATSને મળી છે. ફૈઝાને આ સાત લોકોને એવી રીતે મારવા કે દુનિયા જોતી રહે તેવી વિવાદાસ્પદ પોસ્ટ પણ કરી હતી.
ઉર્દૂ અને અરબી ભાષામાં 29 પાનાનું સાહિત્ય પણ મળ્યું ફૈઝાન જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબા જેવા આતંકવાદી સંગઠનોના આતંકવાદીઓ સાથે પણ સંપર્કમાં હતો અને તેમના ઈશારે કોઈપણ ઘટનાને અંજામ આપવા તૈયાર હોવાનું તેણે કબુલ્યું હતું. જોકે, તેનો આ ઇરાદો પાર પડે તે પહેલાં જ ATSએ તેને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી ઉર્દૂ અને અરબી ભાષામાં 29 પાનાનું સાહિત્ય પણ મળી આવ્યું હતું.