ચાંદીમાં આગ ઝરતી તેજી, બે જ દિવસમાં ₹44,000 મોંઘી થઈ

ચાંદી-સોનાના ભાવ સતત ત્રીજા દિવસે ઓલ ટાઈમ હાઈ પર છે. 28 જાન્યુઆરીએ એક કિલો ચાંદીની કિંમત 17,257 રૂપિયા વધીને 3,61,821 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) એ આ માહિતી આપી છે.

બે દિવસમાં ચાંદીની કિંમત 44,116 રૂપિયા મોંઘી થઈ છે. આ પહેલા શુક્રવારે તેની કિંમત ₹3,17,705 રૂપિયા પ્રતિ કિલો હતી. આ વર્ષે અત્યાર સુધીમાં માત્ર 28 દિવસમાં જ તે 1.31 લાખ રૂપિયા મોંઘી થઈ ચૂકી છે.

જ્યારે, 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 4,926 રૂપિયા વધીને 1,63,827 રૂપિયા પર પહોંચી ગયો છે. બે દિવસમાં સોનું 9,517 રૂપિયા મોંઘું થયું છે. આ પહેલા સોનાનો ભાવ 23 જાન્યુઆરીએ 1,54,310 રૂપિયા/10g હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *