અમેરિકાના મહત્વના રાજ્ય ટેક્સાસમાં નવા H-1B વિઝા જારી કરવા પર રોક લગાવી દેવામાં આવી છે. ગવર્નર ગ્રેગ એબોટે આવતા વર્ષે મે મહિના સુધી H-1B કેટેગરીના વિઝા જારી ન કરવાનો આદેશ આપ્યો છે.
પહેલા તબક્કામાં ટેક્સાસની તમામ સરકારી કચેરીઓ અને યુનિવર્સિટીઓમાં આ રોક લાગશે. આ આદેશથી લગભગ 15 હજાર ભારતીયો પર અસર પડી શકે છે.
ટેક્સાસ વર્કફોર્સ કમિશન પાસેથી તમામ H-1B વિઝા ધારકોની સંખ્યા, જોબ રોલ, મૂળ દેશ અને વિઝા સમાપ્તિ વિશે 27 માર્ચ સુધીમાં ડેટા રિપોર્ટ મંગાવવામાં આવ્યો છે. નવા આદેશો અનુસાર H-1B વિઝા પર રોક તેના કથિત દુરુપયોગને કારણે લગાવવામાં આવી છે.
ટેક્સાસ H-1B વિઝા જારી કરનાર અમેરિકાનું બીજું મોટું રાજ્ય છે. પહેલા નંબર પર કેલિફોર્નિયા આવે છે. અમેરિકામાં દર વર્ષે ભારતીયોને મળતા લગભગ બે લાખ H-1B વિઝામાંથી લગભગ 40 હજાર ટેક્સાસમાં જારી થાય છે.
આમાંથી લગભગ 25 હજાર IT કંપનીઓ અને બાકીના 15 હજાર સરકારી કચેરીઓ અને યુનિવર્સિટીઓ માટે જારી કરવામાં આવે છે. ઑસ્ટિન યુનિવર્સિટીમાં મોટી સંખ્યામાં ભારતીયો કાર્યરત છે.