ગોંડલ એસ.આર.પી. ગ્રુપ 8 ખાતે 77માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે એસ.આર.પી. ગ્રુપ 8 ના એમ.ડી. પરમાર, વિજયસિંહ જાડેજા, નિવૃત્ત જવાનો અને મોટી સંખ્યામાં એસ.આર.પી.ના જવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉજવણીમાં ગોંડલ સિટીમાં ‘સ્કૂલ ઓફ એક્સેલન્સ’નો એવોર્ડ મેળવનાર કુંજ પ્રાથમિક શાળાના બાળકો અને શિક્ષકો પણ જોડાયા હતા. બાળકોએ દેશભક્તિના ગીતો પર નૃત્ય પ્રસ્તુત કર્યા હતા અને શહીદ વીર જવાનોને યાદ કર્યા હતા.
આ ઉપરાંત, બાળકોએ લીંબુ-ચમચી, ત્રિપગી દોડ, કોથળા દોડ જેવી પૌરાણિક રમતોમાં ભાગ લીધો હતો. દેશભક્તિના ગીતો પર પણ નૃત્ય રજૂ કરવામાં આવ્યા હતા.એસ.આર.પી.ના અધિક્ષક દ્વારા કુંજ પ્રાથમિક શાળાના બાળકોને વિવિધ ભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.