રાજકોટ એસ.ટી. ડિવિઝન બન્યું વિદ્યાવાહિની

શિક્ષણના હબ તરીકે ઓળખાતા રાજકોટમાં દરરોજ હજારો આશાઓ અને અરમાનો બસના પૈડાં સાથે ગતિ કરે છે. આધુનિક સમયમાં જ્યારે મોંઘવારી આસમાને છે, ત્યારે રાજકોટ એસ.ટી. ડિવિઝન ગ્રામ્ય અને શહેરી વિસ્તારના વિદ્યાર્થીઓ માટે સાચા અર્થમાં ‘વિદ્યાવાહિની’ સાબિત થઈ રહ્યું છે.

રાજકોટ એસ.ટી. ડિવિઝન હેઠળ આવતા રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાના કુલ 56,769 વિદ્યાર્થીઓએ પાસ સુવિધાનો લાભ લીધો છે. આ રાહત યોજનાને કારણે વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓના ખિસ્સામાંથી ખર્ચાતા અંદાજે 3 કરોડ રૂપિયા બચ્યા છે.

સસ્તી, સરળ અને સલામત સફરના સૂત્રને સાર્થક કરતા એસ.ટી. નિગમે છેલ્લા એક વર્ષમાં હજારો વિદ્યાર્થીઓના શૈક્ષણિક સપનાઓને આર્થિક ટેકો પૂરો પાડ્યો છે.

મહિલા સશક્તિકરણને વેગ આપતા ડિવિઝનમાં તમામ વિદ્યાર્થિનીઓને 100 ટકા ફ્રી પાસ આપવામાં આવ્યા છે. દીકરાઓને 82.5% નું માતબર ડિસ્કાઉન્ટ અપાય છે એટલે કે વિદ્યાર્થીઓને કુલ ભાડાના માત્ર 17.5 ટકા જ ચૂકવવા પડે છે.

આ રાહત યોજનાને કારણે વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓના ખિસ્સામાંથી ખર્ચાતા અંદાજે 3 કરોડ રૂપિયા બચ્યા છે. આ રકમ વિદ્યાર્થીઓના અન્ય શૈક્ષણિક ખર્ચમાં કામ આવી રહી છે, જે મધ્યમ અને ગરીબ વર્ગના પરિવારો માટે મોટો આશીર્વાદ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *