રવિવારે શહેરના લઘુત્તમ તાપમાનમાં મોટો ફેરફાર થયો ન હતો. દિવસ દરમિયાન ઠંડા પવનોથી મહત્તમ તાપમાનમાં 2 ડિગ્રી ઘટાડો જોવા મળ્યો હતો. આગામી 2 દિવસો દરમિયાન રાજકોટમાં ઠંડીનું પ્રમાણ યથાવત રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે.
હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ, રવિવારે રાજકોટનું મહત્તમ તાપમાન 28.2 ડિગ્રી તેમજ લઘુત્તમ તાપમાન 13.3 ડિગ્રી નોંધાયું હતું. વહેલી સવારથી ઠંડા પવનો ચાલુ રહેતા શહેરમાં ઠંડીનું જોર યથાવત રહ્યું હતું.
આગામી બે દિવસ દરમિયાન શહેરમાં ઠંડકનું પ્રમાણ યથાવત રહેવાની શક્યતા છે. 12.0 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે અમરેલી શહેર સૌથી ઠંડું નોંધાયું હતું.
આગામી બે દિવસો દરમિયાન રાજકોટમાં ઠંડીનો પારો 13 ડિગ્રી આસપાસ રહશે. ત્યારબાદ ઠંડીનો પારો 17થી 18 ડિગ્રી સુધી પહોંચવાની શકયતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.